| તબીબો માટે ડર્મેટોલોજીની ઈન્ટર્નશિપ પણ મરજીયાત બનાવાઈ છેઃ મોટાભાગના ચર્મરોગની સારવાર શકય છે, લોકોએ જાતે નિદાન કરીને દવા ખરીદી લેવી ન જોઈએ
ચોમાસુ જોરશોરથી આગળ વધી રહ્યું છે, અને અતિ ભેજવાળા વાતાવરણમાં ચામડીના વિવિધ રોગો પણ માથું ઉંચકતા હોય છે ત્યારે ઈન્ડીયન એસોસીએશન ઓફ ડર્મેટોલોજીસ્ટ વેનેરોલોજીસ્ટસ એન્ડ લેપ્રોલોજીસ્ટસ (આઈએડીવીએલ) ઈમીડીયેટ પાસ્ટ પ્રેસીડેન્ટ ડો. સુરેશભાઈ જોષીપુરા ‘આજકાલ’ની આ ગેસ્ટ કોલમમાં ચામડી રોગના તબીબી શિક્ષણ અને સારવારનો સિનારીયો રજુ કરે છે. વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં પ્રર્વતતી પરિસ્થિતિ તેની વિશેષતાઓનું જે તે ક્ષેત્રના સક્ષમ પ્રતિનિધિઓની કલમે ગેસ્ટ કોલમ દ્વારા આલેખન કરવા બદલ ‘આજકાલ’ દૈનિકને અભિનંદન તેમજ ચામડી રોગ નિષ્ણાંતોના વિશ્વના સૌથી મોટા રાષ્ટ્ર કક્ષાના એસોસીએશનના પાસ્ટ પ્રેસીડેન્ટ તરીકે વિચારો જનસમુહ સુધી પહોંચાડવાની ‘આજકાલ’ દૈનિકે આપેલી તક બદલ આભાર.
ચામડીના રોગ એટલે દાદર, ખુજલી, ખરજવું કે ગડગુમડ એવી સામાન્ય માન્યતા પ્રતવર્તે છે, પરંતુ તે ઉપરાંત રકતપિત, સફેદ દાગ, ગુપ્ત રોગો, એઈડઝ, કોસ્મેટોલોજી, નખ અને વાળની ટ્રીટમેન્ટ સહિતના અનેક બાબતોની વૈજ્ઞાનીક સારવારનો સમાવેશ થાય છે. ચામડી રોગના તબીબ તરીકે અનેક સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં સામેલ થયો છું એટલે ખબર છે કે, ચામડીના રોગના સૌથી વધુ દદર્ીઓ હોય છે. સિવિલ હોસ્પિટલોના ઓપીડી વિભાગમાં પણ ત્રીસેક ટકા ચામડીના દદર્ીઓ હોય છે, છતાં પણ દેશભરની મેડીકલ કોલેજોમાં એમબીબીએસ અભ્યાસક્રમમાં ચામડીના રોગોની બાબતને ખાસ જગ્યા ફાળવાઈ નથી. ઈએનટી, ઓર્થોપેડીક, ઓપ્થેલ્મિક, પીડીયાટ્રીકસ વગેરે જુદા જુદા વિષય તરીકે ભણાવાય છે. તેમજ એમબીબીએસ થતાં ઈન્ટર્ની ડોકટરોને તમામ તબીબી શાખામાં અમુક સમયની ઈન્ટર્નીશિપ ફરજીયાત બતાવાઈ છે, પરંતુ ડર્મેટોલોજીમાં ઈન્ટર્નશીપ મરજીયાત બનાવાઈ છે. જે અતિ દુઃખની વાત છે, ચામડીન અનેક પ્રકારના રોગો પ્રવર્તતા હોવા છતાં તે બાબતોનો તબીબી શિક્ષણમાં સમાવેશ થતો નથી. એ બાબતે આઈએડીવીએલ અતિ ચિંતિત છે. આ બાબતે મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા સમક્ષ ચામડી રોગના શિક્ષણને પ્રાધાન્ય આપવા રજુઆત કરતું રહ્યું છે. આ ઉપરાંત સ્કિનના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષમાં દિલ્હી, મુંબઈની મેડીકલ કોલેજોમાં દસેક વર્ષનું વેઈટીંગ લીસ્ટ છે. તે પણ ચામડી રોગના શિક્ષણનું મહત્વ દર્શાવે છે ત્યારે રાજકોટની મેડીકલ કોલેજમાં પણ ચર્મરોગ વિભાગની પીજી બેઠકો વધારવી જરૂરી છે.
રાજ્યમાં ૩૫૦ થી વધુ ચર્મરોગ નિષ્ણાંતો છે, લોકોમાં ચર્મરોગો વિષે ખોરી માન્યતા ન ફેલાય એ માટે આઈએડીવીએલ દ્વારા લેપ્રસી ડે, એચઆઈવી ડે, વીટીલીગો (સફેદ દાગ) ડે જેવા દિવસોએ લોકોની વચ્ચે જઈને ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. રાજકોટમાં ચર્મરોગ નિષ્ણાંત તબીબોની એકતા દેશભરમાં બેનમુન ગણાય છે. શહેરમાં ચર્મરોગ નિષ્ણાંત તરીકે ડો. બી.સી.કામદાર અને ડો. સુરેશભાઈ મપારા સેવા શરૂ કરી હતી. તેમનું વડીલ તરીકે માર્ગદર્શન ખુબ ઉપયોગી હોય છે. શહેરના ચર્મરોગ નિષ્ણાંત એસો. દ્વારા પણ પ્રમુખ ડો. વી.એમ.રામોતીયા અને સેક્રેટરી ડો. સમીર વસાવડાના સહયોગથી બધા સાથે મળીને એકેડેમીક અને સાયન્ટીફીક એકટીવીટી હોંશભેર કરી રહ્યા છીએ.
ગૌરવ સાથે કહું છું કે, રાજકોટ ચર્મરોગ નિષ્ણાંતોના હબ (કેન્દ્રસ્થાને) તરીકે ઉભરી રહ્યું છે. એનઆરઆઈ સહિતના વિદેશીઓ સારવાર માટે રાજકોટને પ્રાધાન્ય આપે છે. મુંબઈની કક્ષાના ચર્મરોગ નિષ્ણાંતો, ટેકનીકલ સાધનો અને સારવાર રાજકોટમાં ઓછા ખર્ચથી થાય છે.
ચર્મરોગ ક્ષેત્રે હાલ અનેક જાતના સંશોધનો થઈ રહ્યા છે, મોટાભાગના ચર્મરોગની સારવાર શકય બની છે, ત્યારે લોકોએ પોતાની રીતે નિદાન કરીને લોભામણી જાહેરાતો જોઈ કે સાંભળીને દવા ખરીદીને સેલ્ફ મેડીકેશન કરવું હિતાવહ નથી. ચર્મરોગના નિષ્ણાંતના નિદાન બાદ દવા સ્થળ, કાળ, સંજોગો મુજબ લેવાય એ ઈચ્છનીય છે.
ચામડીના રોગો માટે કેટલીક ગેરસમજ પણ પ્રવર્તે છે. કેટલાક સફેદ દાગને રકતપિત તરીકે માનતા હોય છે પણ બન્ને રોગ અલગ છે, સફેદ દાગ ચેપી રોગ નથી તેની સારવાર શકય છે.
જયારે રકતપિત રોગને દેશવટો આપવામાં થોડે ઘણે અંશે સફળતા સાંપડી છે પણ હજી થોડી ચોકસાઈ વર્તવી પડશે. મેલેરીયાની જેમ રકતપિત ફરી માથું ન ઉંચકે તે જોવું પડશે. સરકાર અને સ્વયંસેવા સંસ્થાઓ આ રોગના દદર્ીને તમામ સારવાર મળે અને તેના પુનર્સ્થાપનના પ્રયાસો થવા જોઈએ.
એચઆઈવી એઈડઝની સારવાર હવે પહેલા જેટલી મોંઘી નથી. એઈડઝના દદર્ી પ્રત્યે સહાનુભુતી રાખવી જરૂરી છે. કેટલીક સ્વયંસેવક સંસ્થાઓ પ્રશંસનીય કામગીરી કરે છે. જેમાં તેમાં એફએમ ચેનલના ઝીંગલની માફક એચઆઈવી માટે સાચી માહિતી સુનો સુનાઓ અને દદર્ીની લાઈફ બનાઓ સુત્ર સાર્વત્રીક રીતે અમલમાં મુકવાની જરૂર છે. દેશભરમાં આઈએડીપીએલના ૬૦૦૦ જેટલા ચર્મરોગ નિષ્ણાંતો સભ્ય છે. દેશભરમાં ગુજરાત સહિત ૨૦ શાખાઓ છે. એસો.ની સેબસાઈટ આઈએડીવીએલ ડોટ ઓઆરજી પણ કાર્યરત છે, બ્રિટન, અમેરીકા સહિત ૬ દેશો સાથે આઈએડીવીએલ સંકળાયેલું છે, આ દેશો સાથે કલીનીકલ નોલેજન એકસચેંજ સતત થતું રહે છે.
|