homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
city guide
રાજકોટ
અમદાવાદ
જામનગર
ભાવનગર
પોરબંદર
ભૂજ-ક્ચ્છ
 
rajkot
રોજરોજ નવું વાઘા સજતું રાજકોટ
 


વસ્તી ઃ પ્રારંભમાં રાજકોટની વસતી છ હજાર હતી તે ૧૯૦૧માં વધીને ૩૬ હજાર થઈ. ૧૯૫૧માં ૧.૩૧ લાખ, ૧૯૮૧માં ૪.૪૪ લાખ, ૧૯૯૧માં ૫.૫૦ લાખ અને ૨૦૦૧માં દસ લાખની વસતી થઈ હતી. ૧૯૭૪થી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું થયું છે. સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક કેન્દ્ર એટલે રાજકોટ.

ડીઝલ એન્જિનની નિકાસ ઃ સમગ્ર દેશમાં ઈજનેરી કૌશલ્ય માટે જાણીતા રાજકોટનાં ડીઝલ એન્જિન માત્ર દેશમાં જ નહીં બલ્કે દુનિયામાં જાણીતાં છે. ડીઝલ એન્જિને રાજકોટના ઈજનેરી કૌશલ્યને અનેરી ઓળખ આપી છે. રાજકોટનાં ઈજનેરોએ સ્વયંભૂ વિકસાવેલી ટેકિનક અને કોઠાસુઝથી બનાવેલાં ડીઝલ એન્જિનોની કામગીરી વિશ્વના તમામ દેશોમાં વખણાયેલી છે.

રાજકોટમાં સીંગતેલના વાયદા એવા ગજબનાક ચાલ્યા કે દેશભરના સટોડીયાઓ રાજકોટમાં રમવા લાગ્યા હતા. બહુ જ ટૂંકાગાળામાં રાજકોટના સીંગતેલના વાયદાનો વોલ્યુમ દેશના મોટા મોટા કોમોડિટી એકસચેન્જ કરતાં વધી ગયું હતું. રાજકોટવાસીઓએ સટામાં બધાને પાછળ છોડી દીધા હતા પણ કમનસીબે સીંગતેલના વાયદા અનેક વિવાદોના કારણે લાંબા ચાલી શકયા નહોતા.

રંગીલા રાજકોટવાસી ઃ રંગીલા ગણાતા રાજકોટવાસીઓ ભલે ખાણીપીણીમાં અને નાણાને વાપરવામાં જે રીતે દેશભરમાં જાણીતા છે તે જ રીતે કમાવામાં પણ રાજકોટવાસીઓનો દેશભરમાં જોટો જડે તેમ નથી. આ બાબતને એક વખત નહીં બલ્કે અનેક વખત રાજકોટવાસીઓએ ખરી કરી બતાવી છે. રાજકોટવાસીઓએ કમાણીની અનેક શાખાઓ અંગત આવડત, ઈજનેર કૌશલ્ય અને બુધ્ધિચાતુર્ય દ્વારા ઉભી કરી છે. રાજકોટવાસીઓ શેર અને ચીજવસ્તુઓના સટ્ટા, રિયલ એસ્ટેટ માર્કેટની તેજી, સોના-ચાંદીના દાગીનાનો કસબ, આઈસ્ક્રીમની મિજબાની, ડીઝલ એન્જિનની નિકાસ, વધુ પ્રસિઘ્ધ થતાં અખબારો, કાસ્ટીંગની કમાલ, સીંગતેલની છાપા છાપી અને કિચનવેરની નિપૂણતાથી જાણીતા છે.

રિયલ એસ્ટેટ માર્કેટની તેજી ઃ રાજકોટની રિયલ એસ્ટેટ માર્કેટમાં કદી મંદી આવતી નથી. અહીં જમીન અને બાંધકામના ભાવ સતત વધી જતા જ હોય છે. આજે મહાનગરોના વિસ્તારોના જમીનના ભાવ ઉંચા છે. રાજકોટવાસીઓ જમીન ખરીદવા ગાંડા હોય છે. અહીં ફલેટોના ભાવ કોઈવાર ગગડી જાય છે પણ જમીનના ભાવ કોઈ દિવસ નીચા આવતા નથી. જમીન-મકાનમાં કાયમી તેજી માટે રાજકોટવાસીઓનો રંગીલો મિજાજ કારણભૂત છે.

આઈસ્ક્રીમ મિજબાની ઃ રાજકોટવાસીઓનો આઈસ્ક્રીમ ખાવાનો શોખ અને અહીંનો આઈસ્ક્રીમ બજાર આખા દેશમાં વખણાય છે. અહીંના લોકો રાત પડે ને આઈસ્ક્રીમ જ ખાતા હોય તેવું દેશભરના રાજકોટ આવતા લોકો માને છે.

રાજકોટની વસ્તીના પ્રમાણમાં અહીં અખબારોની સંખ્યા વધુ છે. રાજકોટમાં બે વખત દિવસ ઉગે તેવું આખા દેશમાં રાજકોટના નામે કહેવાય છે. સાંજનાં અખબારો રાજકોટમાં જેટલા ચાલે છે તેટલાં આખા દેશમાં કયાંય ચાલતાં નથી. અહીં સાંજનાં અખબારોનો એક ગંજાવર ઉદ્યોગ છે. અનેક જાહેરખબર એજન્સીઓ, વિતરક એજન્સીઓ અને નાના નાના વેપારીઓ અને ઉદ્યોગો સાંજનાં અખબારોને લીધે તેમના ધંધાને ઉજાગર કરી રહ્યાં છે.

ઈન્ટરનેશનલ રોટરી ડોલ્સ મ્યુઝિયમ ઃ ઈન્ટરનેશનલ રોટરી ડોલ્સ મ્યુઝિયમના લીધે શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને રાજકોટ નાગરિક સહકારી બેન્કના સંયુકત યોગદાનથી રોટરી નિર્મિત આ ઢીંગલી ઘર કે જયાં આજે વિશ્વના ૯૫થી વધુ દેશોની ઢીંગલીઓ પોતાની અવનવી સંસ્કૃતિઓ સાથે મહેમાન બની છે.

કાસ્ટીંગની કમાલ ઃ સૌરાષ્ટ્રમાં અનેક ઈજનેરી ઉદ્યોગની કલાનિપૂણતા દેશ અને દુનિયાની ચારે તરફ પ્રસરેલી છે તેની પાછળ રાજકોટની ફાઉન્ડ્રીઓ દ્વારા થતું કાસ્ટીંગ મહત્વનો ભાગ ભજવે છે. લોંખડના કોઈ એક પદાર્થમાંથી જોઈતા આકાર બનાવવાની પ્રક્રિયાને કાસ્ટીંગ કહેવામાં આવે છે. રાજકોટમાં હાલ ૯૦૦થી પણ વધુ નાની-મોટી ફાઉન્ડ્રીઓ ચાલી રહી છે. આ ફાઉન્ડ્રીઓમાં ચાર પ્રકારે કાસ્ટીંગ થાય છે. ફર્નેશ, કયુપોલા, ઈલેકિટ્રક અને ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ રાજકોટમાં થાય છે.

top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.